વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન ઘણા યુવાઓ જુએ છે, પણ મોટાં ખર્ચને કારણે તે પાછળ રહી જાય છે. હવે એવું જરૂર નથી. ભારતની ટોચની બેંકો તરફથી એજ્યુકેશન લોન મળે છે, તે સપનાને પૂરું કરવા માટે એક મજબૂત સાધન બની શકે છે.
એજ્યુકેશન લોન ટ્યુશન ફી, રહેવા-જમવાનો ખર્ચ, મુસાફરી, સ્ટડી મટિરિયલ અને ઇન્શ્યોરન્સ જેવા તમામ શૈક્ષણિક ખર્ચ કવર કરે છે.
SBI, HDFC Bank, ICICI Bank, Punjab National Bank જેવી ટોચની બેંક લોન આપે છે. કોર્સ અને યુનિવર્સિટીના આધારે, આ બેંકો 20 લાખ રૂપિયાથી 1.5 કરોડ રૂપિયા સુધીની લોન સરળતાથી પૂરી પાડે છે.
વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લેટર, અગાઉની શૈક્ષણિક માર્કશીટ, ઓળખ અને સરનામું પુરાવા, આવકનો પુરાવો, ID કાર્ડ.
લોન ચૂકવવા માટે કોર્સ પૂર્ણ થયા પછી 6-12 મહિનાનો મોરેટોરિયમ પિરિયડ આપે છે. નોકરી મળ્યા પછી EMI ભરવી શરૂ કરો, સરકાર ચોક્કસ કેટેગરીના વિદ્યાર્થીઓને વ્યાજ પર સબસિડી પણ આપે છે.
બેંકની ઓનલાઈન વેબસાઈટ મારફતે ઘરેથી અરજી કરો અથવા નજીકની બ્રાન્ચ પર જઈને માહિતી મેળવો અને પ્રક્રિયા શરૂ કરો.
આવી અવનવી માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.