આ વસ્તુઓના સેવનથી નહીં થાય વાળ ખરવાની સમસ્યા


By Sanket M Parekh16, Nov 2023 04:12 PMgujaratijagran.com

વાળ ખરવા

બદલાતી લાઈફસ્ટાઈલના કારણે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેને રોકવા માટે લોકો માર્કેટમાં મળતી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જો કે તેના અનેક સાઈડ ઈફેક્ટ પણ હોય છે. એવામાં આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશુ, જેનાથી આડઅસર વિના હેરફૉલની સમસ્યાથી મુક્તિ મળશે.

મેથી

હેર ફોલથી પરેશાન લોકોએ પોતાની ડાયટમાં મેથીના દાણા જરૂર સામેલ કરવા જોઈએ. શાકભાજી, દાળમાં મેથીના દાણાં નાંખી શકાય છે.

આમળા

ખરતા વાળ રોકવા માટે આમળા કોઈ પણ વરદાનથી કમ નથી. તમે આમળાને ઉકાળીને અથવા તેની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો.

જાયફળ

વાળના ડેમેજને ઘટાડવા માટે જાયફળ ખૂબ જ મદદગાર છે. ઘટાદાર, કાળા અને સિલ્કી વાળ મેળવવા માટે દરરોજ જાયફળનું સેવન કરવું જોઈએ.

અખરોટ

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર અખરોટ વાળ માટે ફાયદેમંદ મનાય છે. દરરોજ અખરોટ ખાવાથી વાળ ઘટાદાર અને કાળા બને છે.

ફંગલ ઇન્ફેક્શન માટે આ ઘરેલું ઉપચાર અજમાવો