ડાયાબિટીસના દર્દીઓએ આહાર અને દવા બંનેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી સુગર લેવલ કંટ્રોલમાં રહે. ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે શું પીવું જોઈએ?
વ્યસ્ત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે શરીરમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો તેને ડાયાબિટીસ કહેવાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ તેમના દિવસની શરૂઆત સારા અને હેલ્ધી ફૂડથી કરવી જોઈએ, જેથી સુગર લેવલ ન વધે.
ડાયાબિટીસવાળા લોકોએ રોજ ખાલી પેટ મેથીના દાણા વાળું પાણી પીવું જોઈએ.
મેથીના દાણા વાળા પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં હાઈ ફાઈબર હોય છે, જે શુગરને વધતી અટકાવે છે.
રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને બીજા દિવસે સવાર સુધી પલાળી રાખો.
સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ પાણીને થોડું ઉકાળીને પછી તેને ગાળી આ પાણી પીવો.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.