અનુષ્કા શર્માએ પ્રેમાનંદ મહારાજને કયો પ્રશ્ન પૂછ્યો અને તેનો જવાબ શું હતો?


By Vanraj Dabhi13, May 2025 04:24 PMgujaratijagran.com

અનુષ્કા શેનાથી દુઃખી છે?

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમ ખાતે પહોંચી હતી.

મહારાજના આશીર્વાદ

અહીં દંપતીએ મહારાજના ચરણોમાં નમન કર્યું અને આશીર્વાદ લીધા. જ્યારે મહારાજજીએ તેમને પૂછ્યું, શું તમે ખુશ છો?

દંપતીની પ્રતિક્રિયા

વિરાટ અને અનુષ્કાએ હસીને હા પાડી, ત્યારબાદ પ્રેમાનંદજીએ તેમને મનમાંથી બધા નકારાત્મક વિચારો દૂર કરવા માટે ઉપદેશ આપ્યો અને કહ્યું કે, તેમારે ભગવાનનું નામ જપતા રહેવું જોઈએ.

પ્રેમાનંદજીના ઉપદેશો

ઉપદેશ સાંભળતી વખતે, અનુષ્કા ઊંડા વિચારોમાં ખોવાયેલી હોય તેવું લાગતું હતું. તેના ચહેરા પર મુશ્કેલી સ્પષ્ટ દેખાતી હતી.

સમસ્યાનો ઉલ્લેખ

અનુષ્કાએ પોતાની સમસ્યાનો ઉલ્લેખ તો નહોતો કર્યો, પણ પ્રેમાનંદજીને એક પ્રશ્ન ચોક્કસ પૂછ્યો કે બાબા, શું ફક્ત નામનો જાપ કરવાથી જ આ થઈ જશે?

મહારાજે શું કહ્યું

જવાબમાં મહારાજે કહ્યું કે, હા બિલકુલ, અમે આ અમારા જીવનના અનુભવ પરથી કહી રહ્યા છીએ. આપણે ચારેય યોગોમાં પ્રવેશ કર્યો છે - સાંખ્યયોગ, અષ્ટાંગયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.

ભગવાન શિવ

અમે 20 વર્ષથી સન્યાસી છીએ. ભગવાન શિવથી શ્રેષ્ઠ કોઈ યોગી નથી. સન્યાસીની બુદ્ધિ તાર્કિક હોય છે.

રાધા રાધાનો જાપ

વિશ્વાસ સાથે કહીએ છીએ કે, જો તમે રાધા રાધાનો જાપ કરશો, તો તમે આ જન્મમાં જ ભગવાનને પ્રાપ્ત કરશો. આ સંપત્તિ મેળવવી એ આશીર્વાદ નથી, તે એક પુણ્ય છે. તેને તમારું જીવન બનાવો.

અનુષ્કા ખૂબ જ ભાવુક બની

પ્રેમાનંદજીના શબ્દો સાંભળીને અનુષ્કા ખૂબ જ ભાવુક થઈ ગઈ. દંપતીએ તેમના આશીર્વાદ લીધા અને ચાલ્યા ગયા.

વરિયાળી અને ગોળ ખાવાથી શું ફાયદા થાય છે?