વાસ્તુશાસ્ત્ર ઘરમાં રાખેલી દરેક વસ્તુ વિશે જણાવે છે. તો ચાલો વિગતવાર જાણીએ કે ઘરમાં કેવા પ્રકારનો ફોટો ન રાખવો જોઈએ?
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં ક્યારેય હિંસક પ્રાણીઓના ફોટા ન લગાવવા જોઈએ. આવું કરવું ઘર માટે યોગ્ય માનવામાં આવતું નથી.
તમારે ક્યારેય તમારા ઘરમાં ડૂબતા વહાણ કે હોડીના ફોટા ન લગાવવા જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મહાભારત યુદ્ધના ફોટા ઘરમાં ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવ અને અશાંતિ થઈ શકે છે.
ઘરમાં ક્યારેય કબર કે સમાધિનો ફોટા ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
તમારા ઘરમાં ક્યારેય રડતા બાળકો કે ઉદાસ ચહેરાઓના ફોટા ન લગાવો. આનાથી તમારા ઘરમાં નકારાત્મક કે ઉદાસીની લાગણી આવે છે.
આપણે ક્યારેય પણ આપણા ઘરમાં ખંડેર કે સાપના ફોટ ન લગાવવા જોઈએ. આનાથી તમને પૈસાનું નુકસાન થઈ શકે છે.
ઘણી વાર આપણે ઘરમાં ફેમિલી ફોટો લગાવીએ છીએ, તમારે ક્યારેય લાલ રંગની ફ્રેમનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવું ઘર માટે યોગ્ય માનવામાં આવતું નથી.