હળદરનું તિલક લગાવવાથી શું થાય છે?


By Smith Taral09, Aug 2024 04:02 PMgujaratijagran.com

હિંદુ ધર્મમાં તિલકનું ઘણું મહત્વ છે, પૂજા પાઠ અથવા કોઈ શુંભ પ્રંસગે કપાળના વચ્ચેના ભાગે તિલક કરવામાં આવે છે. તિલક કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે સાથે એકાગ્રતા પણ વધે છે

હળદરનું મહત્વ

હળદરનું મહત્વ માત્ર ખાવામાં નથી થતું પરંતુ તેનું જ્યોતિષીના દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વ છે. કોઈ પણ પૂજા પાઠમાં હળદરનું ઉપયોગ જરુરથી કરવામાં આવે છે

સૌભાગ્ય અને સમૃદ્ધી

હળદરને સૌભાગ્ય અને સમૃદ્ધીનો પ્રતિક માનવામાં આવે છે, આનું તિલક કરવાથી સૌભાગ્ય ખૂલે છે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે

ગુરુ થાય છે મજબૂત

હળદરનુું તિલક લગાવવાથી કુંડળીમાં ગુરુની સ્થિતી મજબૂત થાય છે અને તેથી શિક્ષાના ક્ષેત્રમાં પણ સફળતા મળે છે

નકારાત્મકતા દૂર થાય છે

માથા પર રોજ હળદરનું તિલક લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે સકારાત્મકતા આવે છે.

ધન લાભ

હળદરનું તિલક લગાવવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, અને ધન પ્રાપ્તીના રસ્તા ખૂલે છે

ઉર્જાનો સંચાર

આપણા શરીરમાં ઉર્જાનો 7 કેન્દ્રો હોય છે એમા કપાળના વચ્ચે એક હોય છે

રક્ષાબંધનના દિવસે ભાઈને આ તિલક કરવાથી તમારા ભાઈનું કિસ્મત ચમકશે