5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ વચ્ચે શું તફાવત છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi02, Oct 2023 05:08 PMgujaratijagran.com

જાણો

હોટલ બુક કરાવતી વખતે તમે જોયું હશે કે કેટલીક હોટલ 5 સ્ટાર અને કેટલીક 7 સ્ટાર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંને વચ્ચે શું તફાવત છે? ચાલો આ વિશે જાણીએ.

રેટિંગ

કોઈપણ હોટલનું રેટિંગ સુવિધાઓના આધારે કરવામાં આવે છે. જેમ કે રૂમ, બાથરૂમ, લોબી, રેસ્ટોરન્ટ, ફૂડ, હેલ્થ ક્લબ, સ્વિમિંગ પૂલ વગેરે.

કેટેગરી મુજબ રેટિંગ

આ હોટલને બે કેટેગરીમાં સ્ટાર અને હેરિટેજ કેટેગરીમાં રેટ કરવામાં આવી છે. આ રેટિંગ્સને 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટારમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

રેટિંગ કોણ આપે છે?

પ્રવાસન મંત્રાલય હેઠળ એક સમિતિ છે. હોટેલ અને રેસ્ટોરન્ટની મંજૂરી અને વર્ગીકરણ સમિતિ કોઈપણ હોટલને રેટિંગ આપવાનું કામ કરે છે.

5 સ્ટાર હોટેલ

તેમાં ઘણી ખાસ વસ્તુઓ છે. 5 સ્ટાર હોટલોમાં સૌથી વધારે હોસ્પિટાલિટી પર ધ્યાન આપવામાં આવે છે. આ સાથે આ હોટેલ્સનું લોકેશન પણ ખાસ છે.

રૂમની સાઈઝ

5 સ્ટાર હોટલમાં દરેક રૂમની સાઈઝ ઓછામાં ઓછી 200 ચોરસ ફૂટ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ફાઈવ સ્ટાર હોટલ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

7 સ્ટાર હોટેલ

તાજ ફલકનુમા પેલેસને 7 સ્ટાર હોટેલ ગણવામાં આવે છે. તે લગભગ 32 એકરમાં ફેલાયેલું છે. આ સાથે આ હોટેલમાં સુંદર પાર્ક અને લક્ઝરી રૂમ છે.

રૂમનો ચાર્જ

આ હોટલમાં એક રૂમનો ચાર્જ રાત્રિના લગભગ રૂપિયા 19,500થી શરૂ થાય છે અને 7 લાખ રૂપિયા સુધી હોય છે. આ જ કારણ છે કે આ હોટલને 5 સ્ટાર હોટલ કરતાં ઘણી ખાસ માનવામાં આવે છે.

વાંચતા રહો

એક દેશની 5 સ્ટાર હોટલ બીજા દેશમાં 3 સ્ટાર હોટલની શ્રેણીમાં પણ આવી શકે છે, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓક્ટોબર મહિનામાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ સ્થળોની ખાસ મુલાકાત લો