મ્યુઝિક થેરપી શું છે? કેવી રીતે કરવામાં આવે છે આનાથી રોગનો ઇલાજ


By hariom sharma11, Mar 2023 05:20 PMgujaratijagran.com

શું છે મ્યુઝિક થેરપી

મ્યુઝિક અથવા તો સંગીત સાંભળવાથી શરીરમાં અલગ અલગ વાઇબ્રેશન એટલે કે તરંગો ઉઠે છે,જે માનસિક અને શારીરિક સમસ્યાઓ નિયંત્રણ કરવામાં સક્ષમ હોય છે. દવાઓ સાથે આ થેરપીની મદદ લેવાથી બીમારીને ઝડપથી સારી કરી શકાય

સ્ટ્રેસ ઓછો થાય છે

ચિંતા અને તણાવના કારણે ઘણાં પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યા થાય છે, જે હૃદય અને ડિપ્રેશનને લગતી સમસ્યાઓનું કારણ બને છે. મ્યુઝિક થેરપીની મદદથી તમે સ્ટ્રેસ અને ચિંતા ઓછી કરી શકો છો.

પાર્કિસનથી રાહત

પાર્કિસનની સમસ્યાયમાં દર્દીનું શરીર દરેક સમયે ધ્રુજતું રહે છે, જેનાથી છુટકારો મેળવવા માટે મ્યુઝિક થેરપી એક સારો વિકલ્પ છે. આ સમસ્યામાં મ્યુઝિક થેરપીની મદદથી શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે.

અલ્ઝાઇમરમાં ફાયદાકારક

અલ્ઝાઇમરથી પિડાતી વ્યક્તિ વાતો, યાદો અને પરિવારને પણ ભૂલી જાય છે, જેનાથી રાહત મેળવવા માટે મ્યુઝિક થેરપી ફાયદાકારક છે. મ્યુઝિક થેરપીની મદદથી મસ્તિષ્ક સંગીત અને સ્વરો દ્વારા યાદશક્તિમાં વધારો થાય છે.

ડિપ્રેશનમાં ફાયદાકારક

ડિપ્રેશનથી પિડાતી વ્યક્તિ માટે પણ મ્યુઝિક થેરપી ફાયદાકારક છે. ડિપ્રેશનના કારણે આત્મઘાતી વિચાર આવે છે, તેવા સમયમાં તમે હેપ્પી મ્યુઝિકની મદદથી વિચારને બદલી શકો છો.

વધુ સારી કોમ્યુનિકેશન સ્કિલ

મ્યુઝિક થેરપીની મદદથી મૂડ રિફ્રેશ થાય છે અને મગજમાં ખરાબ વિચારો નથી આવતા. મનગમતું મ્યુઝિક સાંભળીને તમે બીજાની સરખામણીએ વધુ સારી રીતે પોતાને રજૂઆત કરી શકો છો, પછી એ બોલીને હોય કે હાવભાવની રીતે હોય.

ચણાના લોટના પુડલા ખાવાના ફાયદા