CBC Test: સીબીસી ટેસ્ટ શું છે? જાણો આ ટેસ્ટ શા માટે કરાવવો જોઈએ


By Hariom Sharma22, Apr 2025 08:53 PMgujaratijagran.com

જાણો

જ્યારે પણ શરીરમાં કોઈ બીમારી હોય કે લાંબા સમય સુધી તાવ રહે, ત્યારે ડોક્ટરો ઘણીવાર CBC ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. પણ શું તમે જાણો છો કે આ CBC ટેસ્ટ શું છે? આ વિશે નવી દિલ્હીના ડૉ. સુનિતા કપૂર (સિટી એકસ-રે અને સ્કેન ક્લિનિક) પાસેથી જાણીએ.

સીબીસી ટેસ્ટ શું છે?

સીબીસી ટેસ્ટનું પૂરું નામ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે. આ એક નિયમિત રક્ત પરીક્ષણ છે જે શરીરમાં કુલ રક્તનું પ્રમાણ, લાલ અને શ્વેત રક્તકણો, હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સની સ્થિતિ દર્શાવે છે.

સીબીસી ટેસ્ટ ક્યારે કરાવવો?

જો તમને તાવ, નબળાઈ, થાક અથવા ચેપ હોય, તો ડૉક્ટર CBC ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. આ પરીક્ષણ શરીરમાં થતા કોઈપણ રોગ અથવા ઉણપને સમજવામાં મદદ કરે છે અને યોગ્ય સારવારની દિશા નક્કી કરે છે.

ટેસ્ટમાં શું જોવામાં આવે છે?

સીબીસી ટેસ્ટમાં લાલ રક્તકણો (RBC), શ્વેત રક્તકણો (WBC), પ્લેટલેટ્સ, હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ જેવા રક્ત ઘટકોની તપાસ કરવામાં આવે છે.

ચેપ ઓળખવો

જો શરીરમાં વાયરલ કે બેક્ટેરિયલ ચેપ હોય, તો CBC રિપોર્ટમાં WBC કાઉન્ટમાં વધારો જોવા મળે છે. આ ચેપનું સ્તર દર્શાવે છે.

લોહીની ઉણપ શોધવી

સીબીસી ટેસ્ટથી શરીરમાં લોહીની ઉણપ છે કે નહીં તે પણ ખબર પડે છે. ઓછું હિમોગ્લોબિન એનિમિયા જેવી સ્થિતિ સૂચવે છે.

સર્જરી પહેલા જરૂરી ટેસ્ટ

કોઈ પણ મોટી સર્જરી પહેલા CBC ટેસ્ટ જરૂરી છે. કારણ કે લોહી માત્રા, પ્લેટલેટ્સ અને રોગપ્રતિકારક શક્તિનું યોગ્ય મૂલ્યાંકન કરી સકાય.

પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે?

ત્રણ કે પાંચ ભાગવાળા ડિફરન્શિયલ મશીનનો ઉપયોગ કરીને લોહીનો નમૂનો લેવામાં આવે છે અને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. રિપોર્ટ થોડા કલાકોમાં મળી જાય છે, જેનું વિશ્વેષણ કરીને ડૉક્ટર સારવાર નક્કી કરે છે.

વાંચતા રહો

મને આશા છે કે તમને હવે CBC ટેસ્ટ સંબંધિત બધી માહિતી મળી ગઈ હશે. સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અગ્નિ મુદ્રા દ્વારા શરીરનો કયો ભાગ સક્રિય બને છે?