માણસ જન્મથી મૃત્યુ સુધી અથાગ મહેનત કરે છે, તેમ છતા તેની પાસે પાતાનું કઈ જ નથી રહેતું હોતું.
માણસને જન્મ પણ બીજા આપે છે, પોતે જાતે જન્મ નથી લઈ શકતો.
માણસનું નામ પણ બીજા આપે છે, પોતે નથી રાખી શકતો.
માણસને ભણતર પણ બીજા દ્વારા શીખવાડવામાં આવે છે.
માણસને રોજગારી પણ બીજા આપે છે.
માણસને ઈજ્જત પણ બીજા દ્વારા આપવામાં આવે છે, તે પણ પોતાની નથી હોતી.
માણસને જન્મે ત્યારે અને મૃત્યુ પામે ત્યારે સ્નાન પણ બીજા કરાવે છે.
માણસ મૃત્યું પામ્યા પછી સ્મશાનગૃહ સુધી પણ બીજા દ્વારા લઈ જવામાં આવે છે.
માણસે જીવનમાં કમાણી કરેલ સંપતિ મૃત્યુ પછી બીજા લઈ જાય છે.
તો પછી માનવીને ઘમંડ કઈ વાતનું છે!