મોટાભાગના લોકો ચિપ્સ અથવા ફ્રેન્ચ ફ્રાઈઝનો ઉપયોગ સ્નેક્સ તરીકે કરી છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન થઈ શકે છે.
ચિપ્સમાં મીઠાનું વધારે પ્રમાણ હોય છે, જે શરીર માટે નુક્સાનદાયક નીવડી શકે છે.
ચિપ્સમાં કોઈ પોષક તત્વો નથી હોતા. એવામાં તેનું સતત સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની કમી થવા લાગે છે.
ચિપ્સ ખવાથી શરીરમાં અનહેલ્ધી ફેટ વધવા લાગે છે. જેના કારણે ઝડપથી વજન વધવા લાગે છે.
ચિપ્સમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
ચિપ્સમાં ફાઈબરની કમી હોય છે. આથી ચિપ્સને વધારે પ્રમાણમાં ખાવાથી પેટ સબંધી સમસ્યા થવા લાગે છે.
ચિપ્સ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે. જેનાથી નસો બ્લોક થવાનો ખતરો રહે છે.
ચિપ્સમાં સોડિયમ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક હોય છે. આથી ચિપ્સનું મર્યાદિત સેવન જ કરવું જોઈએ.