શાકાહારી લોકો માટે, ઘીમાં શેકેલા ચોખા પ્રોટીનનો સારો સ્ત્રોત બની શકે છે. ચાલો જાણીએ ચોખાને ઘીમાં તળીને ખાવાથી શું થાય છે.
ચોખા અને ઘી બંને પાચન તંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો આને મિક્સ કરીને ખાવામાં આવે તો પાચનક્રિયા સારી થઈ શકે છે.
ચોખા એક પ્રોબાયોટિક ખોરાક છે, જે ખાવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે અને ઘી શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી ઘીમાં શેકેલા ચોખા ખાવાથી આંતરડા માટે ફાયદાકારક છે.
ઘીમાં ફેટી એસિડ હોય છે, જે શરીરમાં બ્લડ સુગર અને મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. ઘીમાં તળેલા ભાત ખાવાથી તે જલ્દી પચી જાય છે.
ઘીમાં તળેલા ચોખા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે આપણને વધુ પડતા ખાવાથી બચાવે છે. તેમાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે પેટને ભરેલું રાખે છે.
જો તમે શિયાળામાં ભાત ન ખાતા હો તો તેને ઘીમાં તળીને ખાઈ શકો છો.શિયાળામાં ઘી ખાવાથી શરીર ગરમ રહે છે.
એક કડાઈમાં ઘી ગરમ કરી અને તેમાં તૈયાર કરેલા ચોખા ઉમેરીને પકાવી લો. તમે તેમાં જીરું, સરસવના દાણા, કોબીજ, લીલા વટાણા, કઠોળ, ગાજર વગેરે શાકભાજી ઉમેરીને બનાવી શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.