સવારે ખાલી પેટ અંકુરિત મેથી ખાવાના 7 ફાયદા


By JOSHI MUKESHBHAI21, Oct 2024 04:23 PMgujaratijagran.com

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

મેથીમાં એમિનો એસિડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે ફાયદાકારક

મેથીમાં ગૈલેક્ટોમેનન નામનું પોલિસેકરાઇડ હોય છે, જે ભૂખ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી સ્થૂળતાને નિયંત્રિત કરે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે

ફણગાવેલી મેથીનું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત રાખે છે, જેનાથી હૃદયરોગનો ખતરો ઓછો થાય છે.

પીરિયડ્સ દરમિયાન પીડાથી રાહત આપે

મેથીના દાણા રક્ત પરિભ્રમણને સ્વસ્થ રાખે છે, જે પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે.

પેટ સાફ કરવામાં મદદરુપ

ફણગાવેલા મેથીના દાણાનું સેવન, જે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, તે પેટની જઠરાંત્રિય પ્રણાલીને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે

ખાલી પેટે અંકુરિત મેથીના દાણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તાવ અને બેક્ટેરિયા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત

મેથીમાં એક્ટીન નામનું તત્વ જોવા મળે છે, તેનો પાવડર માથા પર લગાવવાથી ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

Indoor Walking: ઘરમાં જ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી શું થાય?