Ajwain Benefits: અજમો ખાવાના ફાયદા


By Vanraj Dabhi23, Mar 2025 10:52 AMgujaratijagran.com

અજમાના ફાયદા

અજમો ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે.

પોષક તત્વો

પ્રોટીન, ફાઈબર, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

અજમામાં એન્ટિસેપ્ટિક, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિપેરાસાઇટિક ગુણો હોવાથી તે શરદી, ઉધરસ જેવા અન્ય ચેપને રોકવામાં મદદ કરે છે.

પાચનની સમસ્યા

જો તમે પાચનની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં અજમાનો સમાવેશ કરો, આ તમારી પાચનક્રિયા સુધારીને અપચો, પેટનું ફૂલવું, ગેસ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણ

અજમાના બીજમાં ફાઈબર અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હૃદય સંબંધિત સમસ્યાઓને ઘટાડે છે.

મેટાબોલિઝમને વેગ આપે છે

અજમો મેટાબોલિઝમ વધારવાની સાથે પાચનમાં સુધારો કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

હાર્ટબર્નની સમસ્યા

અજમામાં રહેલ આલ્કલાઇન ગુણધર્મ પેટમાં વધારાના એસિડને નિષ્ક્રિય કરીને એસિડિટી અને હાર્ટબર્નથી રાહત આપે છે.

ત્વચાની સમસ્યા

અજમામાં એન્ટી ફંગલ ગુણો હોય છે, જેનો ઉપયોગ ખીલ,ખરજવું અને ફંગલ ચેપ જેવી ત્વચાની સમસ્યાઓની સારવાર માટે થઈ શકે છે.

સંધિવા

અજમાના બીજ સંધિવા અને સાંધાના દુખાવા જેવા રોગોમાં મદદ કરે છે.

હૃદય સ્વસ્થ રાખે

અજમામાં પોટેશિયમ, ફોલિક એસિડ અને ફાઈબર મળી આવે છે, જે હૃદયને તંદુરસ્ત બનાવે છે.

અન્ય ફાયદા

અજમામાં હાજર ગામા-ટેર્પેન્સ પેપ્ટીક અલ્સર,ડાયાબિટીસ,બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે.

ઉનાળામાં આ લાલ ફળ ખાઓ, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે