Nail Biting: તમારી નખ ચાવવાની આદત બની શકે છે બીમારીનું કારણ


By Sanket M Parekh23, Sep 2025 04:34 PMgujaratijagran.com

નખ ચાવવાની આદત

આપણે હંમેશા જોયું હશે કે, કેટલાક લોકો સહેજ નવરા પડે તેટલે મોંઢામાં આંગળા નાંખીને નખ ચાવવા લાગે છે. જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેમની આ આદત સારી નથી માનવામાં આવતી.

નખ ચાવવાથી શું થાય?

આજે અમે આપને જણાવીશું કે, જો તમે નખ ચાવતા હોવ, તો તેનાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થાય? તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ. જેથી આપને યોગ્ય અને સચોટ જાણકારી મળી રહે.

દાંત નબળા પડી શકે છે

જો તમે તમારા દાંત વડે નખ ચાવો છો, તો તેનાથી તમારા દાંત નબળા પડી શકે છે. જેના કારણે દાંતમાંથી લોહી પણ નીકળી શકે છે.

લૂઝ મોશનની સમસ્યા

જ્યારે તમે નખ ચાવો છો, ત્યારે તેનાથી ગંદા બેક્ટેરિયા તમારા પેટમાં જઈ શકે છે. પેટમાં ગંદા બેક્ટેરિયા જવાને કારણે તમને લૂઝ મોશન થઈ શકે છે.

ફંગલ ઇન્ફેક્શન

નખ ચાવવાથી ફંગલ ઇન્ફેક્શન થવાનો ખતરો રહેલો છે. જેનું કારણ એ છે કે, નખમાં જમા થયેલ ફંગસ શરીરની અંદર પ્રવેશ કરી શકે છે.

પેઢા નબળા પડી શકે છે

વારંવાર નખ ચાવવાથી તમારા પેઢા નબળા પડી શકે છે. પેઢા નબળા થવાથી તમારા મોંમાંથી તીવ્ર દુર્ગંધ આવી શકે છે.

નખની વૃદ્ધિ પર અસર

જ્યારે તમે નખ ચાવો છો, ત્યારે તેનું સૌથી મોટું નુકસાન એ છે કે, તેનાથી નખની કુદરતી વૃદ્ધિ અટકી શકે છે. જેના કારણે તમારા શરીરમાં અન્ય પરેશાનીઓ પણ થઈ શકે છે

વધુ પડતું સિંધવ મીઠું ખાતા હોય તો ચેતી જજો, બાકી આ બીમારીનો ભોગ બનશો