ઘી માત્ર ખાવામાં જ નહીં, પરંતુ ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઘી લગાવવાથી ત્વચાને અનેક લાભ મળે છે. ચાલો જાણીએ રાત્રે ચહેરા પર ઘી લગાવવાથી ફાયદા
રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઘી લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે અને શુષ્કતા ઓછી થાય છે. તે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે.
બદલાતા હવામાનમાં ત્વચા ઘણીવાર શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આવા સમયે ઘી ત્વચાને મુલાયમ બનાવે છે અને તેની શુષ્કતા ઘટાડે છે.
જો તમે ચહેરા પરના દાગ-ધબ્બાથી પરેશાન છો તો ઘી લગાવવાથી હળવા દાગ અને ધબ્બા ધીમે ધીમે ઓછા થઈ શકે છે. એટલું જ નહીં રોજ રાત્રે ઘી લગાવવાથી ત્વચામાં પ્રાકૃતિક ચમક અને નિખાર આવે છે.
ઘીમાં રહેલા વિટામિન A અને E કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ત્વચાને લાંબા સમય સુધી યુવાન જાળવી રાખે છે.
રાત્રે ત્વચા પર ઘી લગાવવાથી સૂતી વખતે તેને પોષણ મળે છે અને ત્વચા રિપેર થાય છે. તે ચહેરાને કુદરતી ચમક પણ આપે છે.
ઘી ત્વચાના બાહ્ય સ્તરને મજબૂત બનાવે છે અને તેને પ્રદૂષણ અને ધૂળથી બચાવે છે. તે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ રક્ષણ આપે છે.