Cancer: કેન્સર ફેલાવવાથી શરીરમાં શું થાય?


By Sanket M Parekh02, May 2025 04:04 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

કેન્સર ત્યારે જ ફેલાય છે, જ્યારે શરીરમાં એક જગ્યાએ બનેલ ટ્યૂમર અર્થાત ગાંઠ પોતાના સેલ્સને લોહી થકી શરીરના અન્ય ભાગોમાં પહોંચાડે છે. જેના પરિણામે શરીરના બીજા ભાગોમાં પણ ટ્યૂમર અર્થાત ગાંઠ બનવા લાગે છે. આ સંદર્ભે જાણકારી આપવા માટે લખનઉની કેર ઈન્સ્ટીટ્યૂટ ઑફ લાઈફ સાયન્સના MD ફિજિશિયન ડૉ. સીમા યાદવ પાસેથી જાણીએ.

કેન્સરના પ્રકાર

જ્યારે કેન્સર શરીરના કોઈ એકભાગ સુધી સિમિત હોય, તો તેને પ્રાઈમરી સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. જ્યારે તે શરીરના અન્ય ભાગોમાં ફેલાવવા માંડે, ત્યારે તેને સેકેન્ડરી અર્થાત મેટાસ્ટેટિક કેન્સર કહેવામાં આવે છે.

કેન્સર કેવી રીતે ફેલાય

મોટાભાગે કેન્સર લોહી થકી જ શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, જેને હીમેટોજિનસ સ્પ્રેડ કહેવામાં આવે છે.જેના પરિણામે કેન્સર સેલ્સ શરીરના અન્ય અંગો સુધી પહોંચી શકે છે.

લિમ્ફેટિક સિસ્ટમ

લિમ્ફેટિક સિસ્ટમ પણ કેન્સર ફેલાવવાનો એક રસ્તો હોય છે. જેમાં કેન્સર કોશિકાઓ લિમ્ફ નોડ્સમાં જઈને સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે અને બીજા અંગોને પણ અસર કરી શકે છે.

શું કેન્સર સ્પર્શવાથી થઈ શકે?

ઘણાં લોકોને લાગતું હોય છે કે, કેન્સર સ્પર્શવાના કારણે પણ ફેલાઈ શકે છે. જો કે આ એક મોટી ગેરસમજ છે. કેન્સર સ્પર્શવાથી, સાથે જમવાથી કે પછી શ્વાસ થકી ફેલાતો નથી.

કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે?

કેન્સરની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે શરીરની સામાન્ય કોશિકાઓ કોઈ કારણોસર અનિયમિત રીતે વધવા લાગે છે અને એક જગ્યાએ એકઠી થઈને ટ્યૂમર અર્થાત ગાંઠ બનાવે છે.

કેન્સર સેલ્સ વધવાનું કારણ

કેન્સર સેલ્સની અનિયમિત વધવા પાછળ તમાકું, વાયરસ, પ્રદૂષણ કે જીનેટિકલી કારણો જેવા કાર્સિનોજેન જવાબદાર હોય છે. જે DNAને નુકસાન પહોંચાડીને સેલ્સને કેન્સરગ્રસ્ત બનાવે છે.

કેન્સરના 4 સ્ટેજ

કેન્સરના મુખ્ય 4 સ્ટેજ હોય છે. દરેક સ્ટેજ સાથે બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. પ્રથમ સ્ટેજમાં સારવાર સરળ હોય છે. જ્યારે ચોથા સ્ટેજમાં તે સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરે છે આ સુકા પાનની ચા