મોજાં વગર બૂટ પહેરવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi06, Oct 2024 12:16 PMgujaratijagran.com

મોજાં વગર બૂટ

ઘણા લોકો મોજા વગરના બૂટ પહેરતા હોય છે. જો તમને આ આદત છે તો આજે જ તેને બદલી નાખો. તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ફેશનને અનુસરશો નહીં

ફેશનના કારણે ઘણા લોકો મોજાં પહેર્યા વગર જ બૂટ પહેરે છે. આનાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એલર્જીની સમસ્યા

મોજા વગરના શૂઝ પહેરવાથી પગમાં એલર્જી થઈ શકે છે.

રક્ત પરિભ્રમણને અસર કરે

મોજા વગરના શૂઝ પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડે છે.

પગ પર ફોલ્લા થઈ શકે છે

મોજાં વગર શૂઝ પહેરવાથી પગમાં વધુ પરસેવો આવે છે. જેના કારણે પગના તળિયા વધુ પડતા નરમ થઈ જવાથી તે પગમાં ઈજા કરી શકે છે.

પગમાં ખૂબ પરસેવો થાય છે

મોજા વગરના શૂઝ પહેરવાથી પગમાં વધુ પડતો પરસેવો થાય છે. જેના કારણે પગમાં અનેક પ્રકારના બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

મોજાં પહેરો

તમારે ક્યારેય પણ મોજા વગરના બૂટ ન પહેરવા જોઈએ. આના કારણે ફાયદા કરતાં અનેક ગણું વધુ નુકસાન થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Green Tea Face Pack: ગ્રીન ટીનો ફેસ પેક ચહેરા પર કેવી રીતે લગાવી શકાય? જાણી લો