શરીરના ઘણા બાહ્ય અંગો આપણા સ્વાસ્થ્યના સંકેતો જાહેર કરે છે. એ જ રીતે આપણે આપણા નખના રંગના આધારે રોગો જાણી શકીએ છીએ, ચાલો જાણીએ.
હાથ અને પગના નખનો પીળો રંગ શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપનો સંકેત દર્શાવે છે.
શ્વસન,સાઇનુસાઇટિસ,કિડની,લીવર અને ફંગલ ઇન્ફેક્શન જેવા ઘણા ગંભીર રોગો પણ નખ પીળા દેખાવાનું કારણ બને છે.
જો તમારા નખના રંગ અથવા આકારમાં કોઈ ફેરફાર દેખાય તો અવગણ્યાં વગર ડૉક્ટરનો સંપર્ક કરો.
જો તમારા નખ ઝડપથી તૂટી જાય છે તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
નખમાં ફેરફાર કે પીળા દેખાવા લાગે તો તમે તમારા આહારમાં મેથી,લીલા શાકભાજી,ઈંડા વગેરેનો સમાવેશ કરી શકો છો.
જો તમારા નખ સફેદ હોય તો તેને સારું માનવામાં આવતું નથી. આ તાવ હ્રદય સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે.
સફેદ નખ શરીરમાં ઝિંકની ઉણપ દર્શાવે છે. આ માટે તમે કઠોળ, દહીં, કિસમિસ, ડેરી પ્રોડક્ટ્સ, વટાણા જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
નખ પીળા પડવાને શરીર માટે સારું માનવામાં આવતું નથી, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.