દહીંમાં વરિયાળી નાખીને ખાવાથી શું થાય છે?


By Vanraj Dabhi15, Feb 2025 06:34 PMgujaratijagran.com

દહીં-વરિયાળી

દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો રોજ દહીંનું સેવન ખાંડ કે ગોળ સાથે કરતા હોય છે.

નિષ્ણાત અભિપ્રાય

આજે આપણે ડૉ. આદર્શ દુબે પાસેથી જણીશું કે, દહીંમાં વરિયાળી મિક્સ કરીને ખાવાથી શું થાય છે.

પાચન

દહીંમાં વરિયાળી નાખીને ખાવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે.

કબજિયાત અને એસિડિટી

જો તમને વારંવાર કબજિયાત અને એસિડિટીની સમસ્યા રહેતી હોય, તો તમે દહીં અને વરિયાળીનું સેવન કરી શકો છો. આ તમારી સમસ્યામાં રાહત આપે છે.

આંતરડા માટે ફાયદાકારક

દહીંમાં વરિયાળી નાખીને ખાવાથી આંતરડામાં ફાયદો થાય છે, કારણ કે તેમાં ફાઇબર અને એનેથોલ હોય છે જે ખાવાથી આંતરડામાં ગેસ બનવાની સમસ્યા દૂર કરીને પચાવવામાં મદદ કરે છે.

પેટમાં ભારેપણું દૂર થાય છે

જો તમને ભોજન બાદ પેટમાં ભારેપણું લાગે છે, તો તમે તમારા આહારમાં દહીં અને વરિયાળીનો સમાવેશ કરી શકો છો. આ પેટનું ભારેપણું દૂર કરી શકે છે.

પેટના દુખાવામાં રાહત

ઘણી વખત એવું બને છે કે ખાધા પછી પેટમાં દુખાવો શરૂ થઈ જાય છે. તમે આહારમાં દહીં અને વરિયાળીનો સમાવેશ કરી શકો છો.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વરિયાળી પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેનું સેવન તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત કરીને હૃદય સ્વસ્થ રાખે છે.

શરીરને ડિટોક્સિફાય કરે

દહીંમાં વરિયાળી નાખીને ખાવાથી તમારા શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે.

સાવધાન

દહીંમાં વરિયાળી નાખીને ખાવાથી આ ફાયદા થાય છે. જો તમને દહીં અને વરિયાળીથી એલર્જી હોય તો ખાશો નહીં.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Roasted Flax Seeds: ભૂલથી પણ કચરામાં ન ફેંકતા આ બીજ, તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો