સત્યાનાશીના છોડને સામાન્ય ભાષામાં પીળો કાંટાળો છોડ અથવા કંટાળી પણ કહેવામાં આવે છે. જે આયુર્વેદમાં તેના ઔષધીય ઉપયોગો માટે જાણીતો છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવતું નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સત્યાનાશીનો છોડ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેને ઘરમાં લગાવવાથી ઘરમાં અશાંતિ, માનસિક તણાવ અને ઝઘડા વધી શકે છે.
તેનું નામ જ સત્યનાશી છે, જે સત્યનો નાશ કરનાર છે, જે પોતે જ નકારાત્મક સંકેત આપે છે. આ વાસ્તુમાં તેને અશુભ બનાવે છે.
એવું માનવામાં આવે છે કે, આ છોડને ઘરમાં લગાવવાથી પારિવારિક સંબંધોમાં તિરાડ પડી શકે છે અને પરિવારના સભ્યોમાં તણાવ પેદા થઈ શકે છે.
તેને તમારા વ્યવસાયના સ્થળે કે ઘરમાં રાખવાથી પ્રગતિમાં અવરોધો ઉભા થઈ શકે છે અને નાણાકીય નુકસાન થઈ શકે છે.
વાસ્તુ માને છે કે, કાંટાવાળા છોડ, જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે પરંતુ નકારાત્મક નામ ધરાવે છે, તેને ઘરની અંદર કે મુખ્ય પ્રવેશદ્વાર પાસે ન લગાવવા જોઈએ.
જો તમે આ છોડને ઔષધીય કારણોસર ઇચ્છતા હોવ, તો તેને ઘરની અંદર અથવા મુખ્ય પ્રવેશદ્વાર પાસે રોપવાને બદલે, તેને બગીચાના એક ખૂણામાં રાખો, તે પણ ઘરથી થોડે દૂર.
તમે તુલસી, મની પ્લાન્ટ, વાંસનો છોડ, શંખપુષ્પી જેવા શુભ અને સકારાત્મક ઉર્જા આપતા છોડ વાવી શકો છો.