બદામ ખાવાના આ નુક્સાન વિશે શું તમે જાણો છો?


By Sanket M Parekh04, Nov 2023 04:04 PMgujaratijagran.com

બદામના ફાયદા

બદામ એક એવું ડ્રાય ફ્રૂટ છે, જેને ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો ખાય છે. જેમાં રહેલ ન્યૂટ્રિએન્ટ્સ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. જો કે શું તમે જાણો છો, બદામ ખાવાના કેટલાક નુક્સાન પણ છે.

કિડની સ્ટોન

જરૂરતથી વધારે બદામ ખાવાથી કિડની સ્ટોન થઈ શકે છે, કારણ કે તેમાં ઓક્સલેટ મળી આવે છે. જે કિડની સ્ટોનની સમસ્યા વધારી શકે છે.

બ્રેઈન હેમરેજ

બદામ વિટામિન-ઈનો રિચ સોર્સ છે. જો તેને વધારે ખાવામાં આવે, તો વિટામિનનો ઓવરડોઝ થઈ જશે. જે બ્રેઈમ હેમરેજ જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલા

બદામનું વધારે સેવન કરવાથી શરીરમાં ટોક્સિન વધી શકે છે, જે પેટ માટે સારૂ નથી. જેના કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓને બદામ ના ખાવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત

બદામમાં ખૂબ જ ફાઈબર હોય છે, જે પેટ માટે સારૂં મનાય છે. જો કે તેને વધારે ખાવાથી કબજિયાત થઈ શકે છે.

વજન વધારશે

જો તમે વધતા વજનથી પરેશાન હોવ, તો ક્યારેય વધારે બદામ ના ખાશો, કારણ કે વધારે બદામ ખાવાથી પેટની આસપાસ ચરબી જામવા લાગે છે.

ડાયાબિટીસને કારણે શરીરમાં આ 7 લક્ષણો જોવા મળે છે