બટાકા અર્થાત બટેકાને શાકભાજીઓનો રાજા માનવામાં આવે છે, જે કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. બટાટા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં, વધુ માત્રામાં ખાવાથી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ બટાટા ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય?
બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ઘણી વધારે હોય છે, જેના કારણે વધુ બટાકા ખાવાથી વજનમાં વધારો થઈ શકે છે.
બટાકામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ જોવા મળે છે, જેના કારણે તમારું બ્લડ સુગર ઝડપથી વધી શકે છે.
વધુ બટાકા ખાવાથી પેટ ફુલી જાય છે અને પાચન તંત્રમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બટાકામાં ફાઈબરનું પ્રમાણ પણ ઓછું હોય છે, જેના કારણે આ સમસ્યાઓ વધુ વકરે છે.
બટાકામાં કેટલાક એવા તત્વો હોય છે જે ગેસ અને બ્લોટિંગનું કારણ બની શકે છે. વધુ ખાવાથી પેટમાં દુખાવો અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
બટાકામાં અમુક વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ ઓછું હોય છે, જેનાથી શરીરમાં તેમની ઉણપ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે, બટાકાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.