Soaked Chana Benefits: રોજ સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi07, Jan 2025 04:56 PMgujaratijagran.com

પલાળેલા ચણા

ડાયટમાં પલાળેલા ચણાનો સમાવેશ કરવાથી તમને આશ્ચર્યજનક અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા મળે છે.

પોષક તત્વો

પલાળેલા ચણામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ મળી આવે છે.

સવારે ખાલી પેટ સેવન

આજે અમે તમને જણાવીશું કે સવારે ખાલી પેટે ચણા ખાવાના શું ફાયદા છે અને ક્યા સમયે કેટલું ખાવું જોઈએ?

હાડકાં મજબુત બનાવે

ચણામાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, તેથી તેનું નિયમિત સેવન કરવાથી સંધિવા જેવા હાડકાના રોગોના જોખમથી બચી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત

બદલાતી ઋતુમાં ફિટ રહેવા માટે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો.

વજન ઘટાડે

ફાઈબરથી ભરપૂર પલાળેલા ચણા ખાવાથી તમને ઓવર ઈટિંગથી બચાવે છે અને જલદી ભૂખ પણ નથી લાગવા દેતુ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

એનીમિયા દૂર કરે

જો તમે એનિમિયાથી પીડિત છો, તો તમારા આહારમાં ચણાને ચોક્કસપણે સામેલ કરો. તે આયર્નની ઉણપ દૂર કરી શકે છે.

ડાયાબિટીસ

પલાળેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે લોહીમાં શર્કરાના સ્તરને સરળતાથી નિયંત્રિત કરે છે.

ક્યારે અને કેટલી માત્રામાં ખાવા?

જો તમે સવારે ચણાનું સેવન કરી રહ્યા છો તો માત્ર મુઠ્ઠીભર ચણાનું સેવન કરવું. તેની સાથે તમે સ્પાઉટ લઈ શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Gur Roti Benefits: બાજરાના રોટલા અને ગોળમાં છૂપાયા છે હેલ્ધી રહસ્યો, શિયાળામાં ખાવાથી સ્વાસ્થ્યને થશે જાદુઈ ફાયદા