Red Chilli Benefits: લાલ મરચા ખાવાના સ્વાસ્થ્ય ફાયદા


By Vanraj Dabhi30, Mar 2025 04:43 PMgujaratijagran.com

લાલ મરચાના ફાયદા

લીલા મરચાંની જેમ લાલ મરચાં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો વિશે.

પાચન સુધારે છે

લાલ મરચાંમાં કેપ્સાઈસીન નામનું તત્વ હોય છે, જે પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. તે પાચનક્રિયાને સુધારને ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

લાલ મરચાંમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લાલ મરચાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.

વજન ઘટાડે છે

લાલ મરચાં ચયાપચયને વધારે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે

લાલ મરચાંમાં કેપ્સાઈસીન નામનું તત્વ હોય છે, જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડે છે.

ત્વચા માટે ફાયદાકારક

લાલ મરચાંમાં વિટામિન એ અને સી હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે તે ત્વચાને ચમકદાર અને કરચલીઓ મુક્ત બનાવે છે.

કેન્સર સામે રક્ષણ

લાલ મરચાંમાં રહેલા કેપ્સાઈસીન કેન્સરના કોષોના વિકાસને ધીમો પાડીને કેન્સર સામે રક્ષણ આપે છે.

આંખો માટે ફાયદાકારક

લાલ મરચાંમાં વિટામિન એ હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ચહેરાને ચમકાવવા માટે આ રીતે ક્રીમ લગાવો