ખાલી પેટે ખસખસ ખાશો તો શું થશે? જાણો


By Vanraj Dabhi26, Jul 2025 01:49 PMgujaratijagran.com

ખસખસનું સેવન

ખસખસ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને ઠંડક આપે છે, તેને આખી રાત પલાળીને સવારે ખાલી પેટ સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

પોષક તત્ત્વો

ખસખસમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ઝીંક, વિટામિન એ, સી, પોટેશિયમ, સોડિયમ અને કોપર જેવા પોષક તત્વો હોય છે.

શરીર ઠંડુ રાખે છે

ખાલી પેટે પલાળેલા ખસખસનું સેવન કરવાથી શરીર અને પેટને ઠંડક મળે છે, જેનાથી શરીરની ગરમી અને પેટમાં બળતરા ઓછી થાય છે.

પાચન માટે ફાયદાકારક

ખસખસમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે, તેનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.

તણાવ ઘટાડે છે

ખાલી પેટે પલાળેલા ખસખસનું સેવન કરવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સ સંતુલિત થાય છે, જેનાથી તણાવ ઓછો થાય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

ખસખસમાં પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, ખાલી પેટે પલાળેલ ખસખસનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.

આંખો માટે ફાયદાકારક

ખસખસમાં વિટામિન A અને ઝીંક જેવા પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી આંખના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ખસખસમાં વિટામિન સી, ઇ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે.

ફુલ અવાજમાં સોંગ સાંભળવાથી મગજ પર શું અસર પડે છે?