જીરું, વરિયાળી અને અજમો તેમના ફાયદા માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી તમને શું ફાયદા થઈ શકે છે.
જીરું, વરિયાળી અને અજમામાં ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
રાત્રે સૂતા પહેલા જીરું, વરિયાળી અને અજમો પાઉડર ખાવાથી શું થાય છે? તે અંગે હેલ્થ એક્સપર્ટ રમિતા કૌર પાસેથી જાણીએ.
ઘણા લોકોને પેટ સંબંધીત સમસ્યાઓ હોય છે. રાત્રે સૂતા પહેલા જીરું, વરિયાળી અને અજમા પાઉડર ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને એસિડિટી, કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે.
આ ત્રણેય મસાલા તમનું સેવન કરવાથી મેટાબોલિઝમને તેજ બને છે, જે પેટની ચરબી બર્ન કરીને ઝડપી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
જીરું, વરિયાળી અને અજમામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
રાત્રે જીરું, વરિયાળી અને અજમાનું મિશ્રણ ખાવાથી ત્વચાને પણ ફાયદો થાય છે.
રોજ રાત્રે જીરું અજમો અને વરિયાળીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.