ગોળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, જીંક, ફોલેટ, ફાઈબર, વિટામિન્સ અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. આ સાથે જ ગોળની તાસીર ગરમ હોય છે, જેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે.
લવિંગની તાસીર પણ ગરમ હોય છે. આ સાથે જ તેમાં મેગ્નેશિયમ, વિટામિન B, જીંક, કૉપર, ફાઈબર, એન્ટી ઑક્સિડેન્ટ, એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક જાદુઈ ફાયદા થાય છે.
લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈંફ્લેમેન્ટરી અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેને સાથે ખાવાથી શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ સબંધિત સમસ્યામાં રાહત આપવા તેમજ ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ મળે છે.
લવિંગમાં એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. એવામાં ગોળ સાથે લવિંગ ખાવાથી શરીરમાંથી સોજા ઓછા કરવામાં મદદ મળે છે.
લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. જ્યારે ગોળમાં એન્ટી-માઈક્રોબિયલ અને એન્ટી-ઓક્સિડેન્ટના ગુણ મળી આવે છે. આથી બન્નેને સાથે ખાવાથી સ્કિનનું ઈન્ફેક્શન અને અન્ય સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે.
ગોળ અને લવિગ બન્નેની તાસીર ગરમ હોય છે. એવામાં શિયાળામાં બન્નેને સાથે ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રાખવામાં મદદ મળે છે. જો કે એક વાતનું ધ્યાન રાખશો કે, બન્નેનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ.
લવિંગ અને ગોળ બન્નેમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોય છે. જેનું સેવન કરવાથી ગેસ, પેટ ફુલવું અને અપચા જેવી સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.