Green Peas Benefits: શિયાળામાં લીલી વટાણા ખાવાના ફાયદા


By Vanraj Dabhi06, Dec 2024 03:07 PMgujaratijagran.com

વટાણા ખાવાના ફાયદા

શિયાળાની ઋતુમાં લીલા વટાણા માર્કેટમાં ખૂબ જ જોવા મળતા હોય છે. મોટાભાગના લોકો ઠંડા વાતાવરણમાં આ લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

પોષક તત્વો

લીલા વટાણામાં પ્રોટીન, વિટામિન બી6, ફાઈબર, સોડિયમ, આયર્ન, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે.

નિષ્ણાતનો અભિપ્રાય

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે, શિયાળામાં લીલા વટાણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ.

વજન ઘટાડવું

વજન ઘટાડવા માટે તમે લીલા વટાણા ખાઈ શકો છો. કારણ કે, તેમાં ફાઈબર હોય છે. જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

વટાણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

કોલેસ્ટ્રોલ

જો તમને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો લીલા વટાણા ખાવ. આનાથી ઘણો ફાયદો થશે.

પાચન સમસ્યા

લીલા વટાણામાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Papaya Benefits: શિયાળામાં પપૈયા ખાવાના ફાયદા