શિયાળામાં કોબીજ ખૂબ જ સરળ મળી રહે છે. જો કે ઘણા લોકોને આ શાક પસંદ નથી હોતું, પરંતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કારણ કે તેમાં અન્ય શાકભાજી કરતાં વધુ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
કોબીમાં અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી કરતાં ઓછી કેલરી હોય છે, જેના કારણે તેને ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.
કોબીજમાં વિટામિન્સ ઉપરાંત અન્ય ઘણા તત્વો પણ હોય છે, જે શ્વેત રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
કોબીજમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના કારણે તેના સેવનથી હાડકાં અને સ્નાયુઓ બંને મજબૂત થાય છે.
કોબીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને અન્ય શાકભાજી કરતા ઓછી કેલરી હોય છે, તેથી તેનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્રની કામગીરીમાં સુધારો થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજીમાં કોબી શ્રેષ્ઠ છે, જેનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને આ શાક હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
નિયમિતપણે કોબીજ ખાવાથી સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે. તેનાથી શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
કોબીના પાંદડામાં ટેપવોર્મ્સ હોઈ શકે છે. આ કીડા શરીરમાં પ્રવેશ કરે છે, જે સ્વાસ્થ્યની સાથે-સાથે મગજ માટે પણ ખૂબ જ ખતરનાક છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.