કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આખી રાત પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.
કાળી દ્રાક્ષમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.
કિસમિસમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. આ ફ્રી રેડિકલ ડેમેજ ઘટાડીને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઘટાડે છે.
કિસમિસ પોટેશિયમ, ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારીને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફોલેટ અને વિટામિન બી હોય છે, જે હિમોગ્લોબિન વધારે છે અને એનિમિયા દૂર કરે છે.
ફાઈબરથી ભરપૂર કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપીને પાચનતંત્રને મજબૂત બનાવે છે.
કિસમિસ વિટામિન એ, વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે, જે આંખોની રોશની સુધારવામાં અને આંખ સંબંધિત રોગોને રોકવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.