Health Benefits: ડેઈલી કાળા મરીનું સેવન કરવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi23, Jan 2025 10:26 AMgujaratijagran.com

ડેઈલી કાળા મરીનું સેવન

રસોડામાં કેટલાક મસાલા છે, જે ઔષધીય ગુણો ધરાવતા માનવામાં આવે છે. તેમાંથી એક છે કાળા મરી, રોજ કાળા મરીનું સેવન કરવાથી શું થાય છે તેના વિશે જાણીએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે

કાળા મરીમાં વિટામિન સી સહિત એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

વજન ઘટાડે છે

કાળા મરીમાં એન્ટિઓબેસિટી ગુણ હોય છે, તેથી તેનું સેવન વજન નિયંત્રિત કરે છે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

કાળા મરી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા માટે ફાયદાકારક

કાળા મરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સુંદર બનાવે છે. તેથી તેનું સેવન કરવાથી વૃદ્ધત્વની સમસ્યા દૂર થાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

કાળા મરીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત મળે છે.તેથી બીપીના દર્દીઓ માટે કાળા મરી ફાયદાકારક છે.

પાચન સુધારે

કાળા મરીમાં એવા ઘણા તત્વો હોય છે જે ખોરાકને પચાન અને પોષક તત્વોને શોષવામાં પણ મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે

કાળા મરી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

આ રીતે સેવન કરો

તમે આહારમાં કાળા મરીનો સમાવેશ કરી શકો છો. તે સિવાય તમે તેને દિવસમાં 1-2 વખત ચાવીને પણ ખાઈ શકો છો. તેજમ તમે તેને પાણીમાં ઉકાળીને પી શકો છો. આ ઉપરાંત તમે મધ સાથે કાળા મરીના પાવડરનું સેવન પણ કરી શકો છો.

અન્ય ફાયદા

કાળા મરી સેવન કરવાથી ગળામાં ખરાશ, ખાંસી અને શરદીની સમસ્યામાં રાહત મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lemon Pickle Benefits: લીંબુનું અથાણું ખાવાથી શું થાય છે? જાણો નિષ્ણાતનો અભિપ્રાય