ભારતીય રસોડામાં અનેક એવા મસાલા છે, જેને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. જે પૈકી કાળા મરી પણ એક છે. વાનગીમાં સ્વાદ માટે વપરાતા કાળા મરીથી સ્વાસ્થ્યને પણ ચમત્કારિક ફાયદા થાય છે.
કાળા મરીમાં વિટામિન C અને એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે.
કાળા મરીમાં એન્ટી ઑબેસિટી ગુણ હોય છે. આથી તેનું દરરોજ સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે.
કાળા મરી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીશના દર્દીઓ માટે કાળા મરી રામબાણ મનાય છે.
કાળા મરીમાં એન્ટી ઑક્સિડેન્ટ હોય છે, જે સ્કિનને નેચરલ ગ્લો આપવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ કાળા મરી ખાવાથી એજિંગની સમસ્યા દૂર થાય છે.
કાળા મરી નિયમિત ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં આરામ મળે છે. જો તમને બી.પી.ની સમસ્યા રહેતી હોય, તો કાળા મરી ખાવાથી ફાયદો થઈ શકે છે.
કાળા મરીમાં અનેક એવા તત્વો હોય છે, જે ખોરાકને પચવામાં મદદ કરે છે. આમ દરરોજ કાળા મરી ખાવાથી પાચન તંત્ર સબંધિત સમસ્યામાંથી છૂટકારો મળે છે.
કાળા મરી ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે, કારણ કે તેમા રહેલા ઔષધીય ગુણ ગંદા કોલેસ્ટ્રોલથી મુક્તિ અપાવે છે. જેના પરિણામે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે.
કાળા મરીને તમે રસોઈ બનાવતી વખતે ઉપયોગ કરવા ઉપરાંત 1-2 દરરોજ ચાવીને પણ ખાઈ શકો છો. આ સિવાય કાળા મરી તમે પાણીમાં ઉકાળીને પણ લઈ શકો છો. કાળા મરીના પાવડરને મધ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. જેનાથી ગળાની ખરાશ, શરદી-ઉધરસ અને કફની સમસ્યા દૂર થાય છે.