માસિક ધર્મ દરમિયાન થતા દુખાવા અને ખેંચાણથી રાહત મેળવવા માટે, આમળા મુરબ્બો ખાઓ. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.
નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ઘણા લોકોને શરદી, ખાંસી અને તાવની સમસ્યાનો સામનો કરવો પડે છે, તમે આમળા મુરબ્બો ખાઈ શકો છો. તેમાં વિટામિન સી હોય છે.
ખરાબ ખાવાની આદતોને કારણે પેટની સમસ્યાઓ વધુ થાય છે, ફાઇબરથી ભરપૂર આમળા મુરબ્બો ખાવાથી પેટ સ્વસ્થ રહે છે.
આમળામાં કેલ્શિયમના ગુણ હોય છે. તેનો મુરબ્બો ખાવાથી શરીરના હાડકાં મજબૂત બને છે.
આમળાનો સ્વભાવ ઠંડો હોય છે. તેનો મુરબ્બો ખાવાથી પેટની ગરમી શાંત થાય છે.