ઉનાળામાં મોટાભાગના લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીને તરસ છીપાવે છે. જો કે ફ્રિજનું પાણી નિયમિત પીવાથી શરીરને નુકસાન થાય છે.
અતિશય ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. જે અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.
ઉનાળામાં વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ, સોજો અને ક્યારેક ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
ફ્રિજનું ઠંડુ પાણી રક્ત વાહિનીઓને સંકુચિત કરી શકે છે, શરીરમાં રક્ત પરિભ્રમણને અસર કરવાથી હૃદય પર વધારાનું દબાણ, કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું કારણ બની શકે છે.
જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીએ છીએ, ત્યારે શરીરની કુદરતી ઠંડક પ્રણાલી વિક્ષેપિત થાય છે. જેના કારણે શરીર અંદરથી ગરમ રહે છે અને થાક, માથાનો દુખાવો વધી શકે છે.
ઠંડુ પાણી શરીરમાં હાજર ચરબીને ઘન બનાવી શકે છે, જે પાચન પ્રક્રિયા અને ચરબી મેટાબોલિઝમને ધીમું કરે છે. તેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે.
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ખૂબ ઠંડુ પાણી પીવાને બદલે તાંબાના વાસણ કે માટીના વાસણનું પાણી પીવો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.