ધાણાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં ભોજન સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. સાથે જ કેટલાક લોકો કોથમીરમાંથી બનેલી ચા પણ પીવે છે.ચાલો તેના ફાયદા વિશે જાણીએ.
લીલા ધાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી અને બળતરા વિરોધી ગુણો હોય છે.
ધાણાની ચા પીવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તણાવના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
કોથમીરની ચા પીવાથી પાચનક્રિયા સારી થાય છે.
જો શ્વાસ લેતી વખતે તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો કોથમીરની ચા પીવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળી શકે છે.
કોથમીરની ચા પીવાથી હાડકાં મજબૂત રહે છે.
એક વાસણમાં 4 કપ પાણી ઉકાળો અને પછી તેમાં કોથમરીના પાંદડાને સારી રીતે ધોઈને ઉમેરો.
5 મિનિટ પાણી ઉકાળ્યા પછી ગેસ બંધ કરીને તેને એક કપમાં ગાળીને તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો.
શરીર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ચાનું સેવન કરો.સ્ટોરી ગમે તો લાઈક- શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.