ચોમાસામાં તુલસીનો ઉકાળો પીવાથી શું થાય છે? જાણો તેના ફાયદા


By Vanraj Dabhi27, Jul 2025 10:29 AMgujaratijagran.com

તુલસીનો ઉકાળો

ચોમાસામાં રોગોથી બચવા માટે તમારે ઉકાળો પીવો જ જોઈએ. આજે અમે તમને ચોમાસામાં તુલસીનો ઉકાળો પીવાના ફાયદા જણાવીશું.

પોષણ તત્ત્વો

તુલસીના ઉકાળામાં વિટામિન ડી, વિટામિન એ, આયર્ન અને ફાઇબર ભરપૂર હોય છે.

માથાના દુખાવામાં રાહત

તુલસીનો ઉકાળો પીવાથી તણાવમાં રાહત અને માથાના દુખાવામાં રાહત આપે છે.

પેટ માટે ફાયદાકારક

ફાઇબરથી ભરપૂર તુલસીનો ઉકાળો પીવાથી કબજિયાત, અપચોથી રાહત આપે, પેટનો ગેસ ઓછો કરીને પેટને સ્વસ્થ રાખે છે.

વજન ઘટાડે છે

વજન ઘટાડવા માટે આ ઉકાળો પીવો. તુલસીનો ઉકાળો પીવાથી મેટાબોલિઝમને વેગ આપે છે. આ રીતે શરીરમાં જમા થયેલી ચરબી ઓછી થાય છે.

ખરાબ શ્વાસ દૂર કરે છે

તુલસીનો ઉકાળો પીવાથી મોંની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. તુલસી એક કુદરતી મોં ફ્રેશનર છે. તેની ચા અથવા ઉકાળો પીવો.

વજન ઘટાડવા માટે ગ્રીન કોફી ક્યારે અને કેવી રીતે પીવી?