કેળા એક એવું ફળ છે જે દરેક લોકોને ખાવું ગમે છે, દરેક ઋતુમાં સરળતાથી મળતું આ ફળ લોકો ગમે ત્યારે ખાઈ શકે છે.
કેળામાં વિટામિન A, વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, અને ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે.
ઘણા લોકોને બનાના શેક પીવાનું પસંદ હોય છે, ચાલો જાણીએ દરરોજ બનાના શેક પીવાથી શું થાય છે?
બનાના શેક પીવાથી વજનને ઝડપથી વધારી શકે છે.
કેળામાં વિટામિન સી હોવાથી તેનું સેવન રોજ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે.
બનાના શેક પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો.
જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો તમે બનાના શેક પી શકો છો, જે તમને સારી ઊંઘ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગર્ભાવસ્થામાં સ્ત્રીઓ બનાના શેક પી શકે છે, આનાથી તમારા ગર્ભમાં રહેલ બાળકનું વજન ઝડપથી વધારવામાં મદદ કરશે.
કેળા, દૂધ, કાજુ અને બદામને મિક્સર જારમાં નાખીને પીસી લો. હવે તેની ઉપર ચોકલેટ પાઉડર નાખીને સર્વ કરી શકો છો.
આ માહિતી માત્ર સલાહ સૂચન માટેની માર્ગદર્શીકા છે, સેવન કરતા પહેલા ડોક્ટરની કે નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.