ગુલાબ જળમાં વિટામીન C, એન્ટી-ઈંફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-બેક્ટિરિયલના ગુણ જોવા મળે છે, જે ત્વચાની અનેક સમસ્યાથી રાહત આપે છે
દરરોજ રાત્રે ગુલાબ જળ લગાવી ઉંઘવાથી ટોનિંગ અને કાળાપણાને દૂર કરવામાં મદદ કરે છે
રાત્રીના સમયે ગુલાબજળ લગાવી ઉંઘવાથી PHને બેલેન્સ કરવામાં મદદ મળે છે, જેથી ત્વચાનું સૂકાપણુ, રેડનેસ, બળતરામાં રાહત મળે છે
ગુલાબ જળ નેચરલ ક્લિજરના સ્વરૂપમાં કામ કરે છે. આ સંજોગોમાં તે રાત્રીના સમયે લગાવવાથી મોં પરના કાળા ધબ્બા-ડાધ દૂર થાય છે
દરરોજ રાત્રે ગુલાબ જળ લગાવવાથી ડ્રાઈ સ્કીનની સમસ્યામાં રાહત મળે છે. સાથે જ સ્કીન હાઈડ્રેટ અને મોઈસ્ચ્યુરાઈઝ થાય છે