એલોવેરા જેલ અને મધનું મિક્ષરને ચહેરા પર લાગુ કરવાથી ત્વચાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ, કેવી રીતે આ આ ફેસપેક તમારા ચહેરાને નવી ચમક આપે છે.
એલોવેરા અને મધ ત્વચાના મૃત કોષોને અસરકારક રીતે દૂર કરે છે. એલોવેરા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. મધ ત્વચાને સાફ અને નવી લાગે એવી બનાવે છે.
આ મિક્સર ચહેરાને કુદરતી તેજ આપે છે. બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને સ્કિનને આરામ આપે છે.
એલોવેરા અને મધ પિમ્પલ્સ અને ખીલથી છુટકારો અપાવે છે. ત્વચા પરના વધારેલા તેલને સંતુલિત કરે છે. ચહેરો સાફ અને ફ્રેશ લાગે છે.
કરચલીઓ અને ફાઇન લાઇન્સથી પરેશાન છો? મધ અને એલોવેરાને મિકસ કરીને નિયમિત લગાવવાથી ત્વચા કડક થાય છે અને યુવાન દેખાય છે.
એલોવેરા મેલાનિનને કાબૂમાં રાખે છે. મધ ત્વચાને પોષણ અને ભેજ આપે છે. આ મિક્સરને લગાવવાથી ડાઘ-ધબ્બા, સનબર્ન, અને પિગમેન્ટેશન દૂર થાય છે.
તમારી ત્વચા શુષ્ક છે? એલોવેરા અને મધને લગાવો, આ તમારી ત્વચાને મોઈશ્ચર આપે છે અને તેને નરમ અને મુલાયમ બનાવે છે.
બે ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરો. એક ચપટી હળદર ઉમેરી શકો છો. આ મિશ્રણ ચહેરા પર 20 મિનિટ રાખો. પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.