Almond Oil On Naval: નાભિ પર બદામનું તેલ લગાવવાથી મળશે ગજબના ફાયદા


By Sanket M Parekh28, Dec 2024 04:26 PMgujaratijagran.com

નાભિ પર તેલ લગાવવું

ભારતમાં ખાસ કરીને તેલ માલિશને પરંપરાગત ચિકિત્સાનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. નાભિ પર પણ તેલની માલિશ કરવાથી સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા થઈ શકે છે.

નાભિ પર બદામનું તેલ લગાવવું

આજે અમે આપને જણાવીશું કે, નાભિ પર બદામનું તેલ લગાવવાથી શરીરને શું ફાયદા થઈ શકે છે? તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...

પોષક તત્વો

બદામનું તેલ વિટામિન A, વિટામિન E, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટી ઑક્સિડેન્ટ્સ, પ્રોટીન, મેગ્નેશિયમ અને બાયોટીન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે.

ચહેરાની રોનક

કામનું ભારણ, તણાવ અને પ્રદૂષણના કારણે સ્કિન સબંધિત સમસ્યા સામાન્ય છે. એવામાં બદામનું તેલ લગાવવાથી ચહેરા પર રોનક પાછી લાવી શકાય છે.

ચહેરો ચમકી ઉઠશે

જો તમે પણ ઓછા સમયમાં ચહેરા પર ચમક લાવવા માંગતા હોવ, તો તમારે નાભિ પર બદામનું તેલ લગાવવું જોઈએ. જેનાથી થોડી મિનિટોમાં પરિણામ મળશે.

વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ

જો તમે દરરોજ રાતે નાભિમાં બદામનું તેલ નાંખીને સૂવો છો, તો તેનાથી તમારી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ શકે છે.

પેટમાં ગેસની સમસ્યા દૂર કરે

હેલ્થ એક્સપર્ટના મતે, નાભિમાં બદામનું તેલ લગાવવાથી તમને પેટમાં દુખાવો, ગેસ અને અપચા જેવી સમસ્યામાં રાહત મળી શકે છે.

Fashionable Saree: લાંબી છોકરીઓ પર સારી લાગશે દિવ્યા ખોસલાની સ્ટાઇલિશ સાડીઓ