સવારે ગરમ પાણીમાં ઘી મિક્ષ કરીને પીવાથી શું થાય છે?


By Vanraj Dabhi02, Feb 2025 12:20 PMgujaratijagran.com

ગરમ પાણીમાં ઘી

ઘણા લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે ઘી વાપરતાં હોય છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ ઔષધી તરીકે કરે છે.

નિષ્ણાત અભિપ્રાય

આજે આપણે ડાયેટિશિયન નંદિની જી પાસેથી જાણીશું કે, સવારે ખાલી પેટ ગરમ પાણીમાં ઘી મિક્ષ કરીને પીવાથી શું થાય છે.

પાચન સુધારે છે

રોજ ખાલી પેટે નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે.

કબજિયાતથી રાહત મળે

જો કબજિયાતની ગંભીર સમસ્યા હોય તો, મલાસનની સ્થિતિમાં બેસીને સવારે ખાલી પેટે ગરમ પાણીમાં ઘી મિક્ષ કરીને સેવન કરો.

વજન ઘટાડે છે

જો તમે વજન ઓછું કરવું હોય તો તમે સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે ઘીનું સેવન કરો.

પેટની ચરબી ઘટાડે છે

ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીરની એનર્જીમાં પણ વધારો થાય છે.

મેમરી તેજ

ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય સુધરે છે અને યાદશક્તિને વધારે છે.

હાડકાંને મજબૂત બનાવે છે

ઘીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.

અન્ય લાભો

આ સિવાય ખાલી પેટે હુંફાળા પાણી સાથે ઘીનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે, શરીર ડિટોક્સ થાય છે, હૃદય સ્વસ્થ રહે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રોટલી પર ઘી અને સૂકું આદુ લગાવીને ખાવાથી શું થાય છે? જાણો