હનુમાનજીને સિંદૂર શા માટે ચડાવવામાં આવે છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya02, Nov 2024 03:55 PMgujaratijagran.com

પૌરાણિક કથા

પૌરાણિક કથા પ્રમાણે માતા સીતાને માગમાં સિંદૂર ભરતા જોઈ હનુમાનજીએ પૂછ્યું- માતા તમે માગમાં સિંદૂર શા માટે લગાવો છો?

માતા સીતાનો જવાબ

હનુમાનજીના આ પ્રશ્નના જવાબમાં માતા સીતાએ કહ્યું કે સ્વામી શ્રીરામ માટે.શ્રીરામની દિર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થની કામના માટે માગમાં સિંદૂર લગાવું છું.

હનુમાનજીનો વિચાર

આ સાંભળી હનુમાનજીને વિચાર આવ્યો કે ચુટકીભર સિંદૂરથી પ્રભૂને આટલો લાભ થતો હોય તો પૂરા શરીર પર તેને લગાવવાથી તેઓ અમર જ થઈ જશે.

લગાવ્યો સિંદૂરનો લેપ

ત્યારબાદ હનુમાનજીએ તેમના શરીર પર સિંદૂરનો લેપ લગાવી લીધો. ત્યારથી હનુમાનજીને સિંદૂર ચડાવવાની પ્રથા પ્રચલિત છે.

ઉત્તમ ફળ

સિંદૂરમાં ચમેલીનું તેલ મિશ્રિત કરી લગાવવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને હનુમાનજી પ્રસન્ન થાય છે. આ માહિતી માન્યતા, ધાર્મિક ગ્રંથ તથા વિવિધ માધ્યમો પર આધારિત છે.

Bhai Dooj 2024: ભાઈ દૂજના દિવસે ભાઈને પાન કેમ ખવડાવવામાં આવે છે? જાણો ખાસ પરંપરા