Flower In Diya: દીવાની જ્યોતમાં ફૂલ બનવાનો શું અર્થ થાય?


By Sanket M Parekh28, Aug 2025 03:48 PMgujaratijagran.com

દીવો પ્રગટાવવો જરૂરી

હિન્દુ ધાર્મિક પરંપરાઓની વાત કરીએ તો, કોણ પણ પૂજા દીવો પ્રકટાવ્યા વિના અધૂરી માનવામાં આવે છે. આથી જ દીપક અર્થાત દીવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. દીપક શુભતાનું પ્રતિક મનાય છે.

દીવાની જ્યોતમાં ફૂલ બનવાનો અર્થ

આજે અમે આપને જણાવીશું કે, દીવાની જ્યોતમાં ફૂલ બની રહ્યું છે, તો તેનો શું અર્થ થાય? તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ. જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે.

દીવો પ્રકટાવવાના ફાયદા

પૂજા દરમિયાન સવાર-સાંજ દીવો પ્રકટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જેના પગલે પરિવાર પર કોઈ પણ પ્રકારની આપત્તિ નથી આવતી.

જલ્દી મળશે ખુશખબરી

જો દીવો પ્રકટાવ્યા બાદ તેમાં ફૂલ બની રહ્યું હોય, તો તે એ વાતનો સંકેત છે, જલ્દી તમને જીવનમાં ખુશખબરી મળી શકે છે.

બગડેલા કામ બનશે

ખુશખબરી મળવાની સાથે-સાથે તમારા બગડેલા કામ પણ એક પછી એક બનવા લાગશે. તમારા ઘરમાં ધનની તીજોરી પણ છલકાવા લાગે છે.

દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે

તમારી ધનની તિજોરી છલકાવવાની સાથે-સાથે તમારી કિસ્મત પણ સોનાની જેમ ચમકી ઉઠે છે. તમને દેવામાંથી પણ ધીમે-ધીમે મુક્તિ મળવા માંડે છે.

દીવાની જ્યોતિમાં ત્રિશૂલ બનવું

દીવાની જ્યોતમાં ત્રિશૂલ બનવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે આ વાતનો સંકેત છે કે, પરિવારના સભ્યોની આવક ધીમે-ધીમે વધવા માંડશે.

દીવસ-રાત પ્રગતિ

આવક વધવાની સાથે-સાથે તમને દરેક કામમાં સફળતા મળી શકે છે. તમારી દિવસ-રાત પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ જીવનની તમામ તકલીફોનો અંત આવી શકે છે.

વાળ કયા દિવસે કપાવવા ન જોઈએ?