અનેક લોકો બીમારીઓથી બચવા માટે મીઠું અને ખાંડ ખાવાનું ટાળતા હોય છે. જેના કારણે શરીરમાં મીઠાની ઉણપ વર્તાવા લાગે છે. તો ચાલો જાણીએ મીઠાની કમીથી શું થાય છે
આરોગ્ય હેલ્થ સેન્ટરના ડાયેટિશિયન ડૉ. વી.ડી. ત્રિપાઠીના જણાવ્યા મુજબ, મીઠાનું ઓછું સેવન કરવાથી લોકોને ઈસ્યુલિન અને પાચન સબંધિત સમસ્યા થઈ શકે છે.
મીઠાનું વધારે પડતું કે વધારે ઓછું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે. આથી બને ત્યાં સુધી મીઠાનું સંતુલિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. એક વ્યક્તિએ એક દિવસમાં 2300 મિલીગ્રામ મીઠાથી વધારે સેવન ના કરવું જોઈએ.
મીઠાની ઉણપના કારણે લોકોને શરીરમાં આયોડિનની કમી થઈ જાય છે. જેના કારણે થાઈરોઈડ ગ્લેન્ડ વ્યવસ્થિત કામ નથી કરી શકતું. જેથી હાઇપોથાયરાયડિઝ્મની સમસ્યા વકરી શકે છે.
મીઠું ઓછું ખાવાથી શરીરમાં ઈસ્યુલિન ઉત્પાદન સબંધિત સમસ્યા થઈ શકે છે. જેના કારણે લોકોનું બ્લડ પ્રેશર વધવાની સમસ્યા સર્જાઈ શકે છે.
મીઠું આયોડિનનો મુખ્ય સોર્સ છે. એવામાં મીઠું ઓછું ખાવાથી શરીરમાં આયોડિનની ઉણપ વર્તાવા લાગે છે. જેના કારણે લોકોને અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.
ઓછું મીઠું ખાવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન ખોરવાઈ જવાની સમસ્યા સર્જાઈ શકે છે. જેના કારણે માંસપેશીઓમાં નબળાઈ અને દુ:ખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
ઓછું મીઠું ખાવાથી લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. શરીરમાં મીઠાની કમીના કારણે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL વધવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત બ્લડ પ્રેશર અનિયંત્રિત થવાનો ખતરો પણ વધી જાય છે.