Sugar: શરીરમાં દેખાવા લાગે આ ફેરફાર, તો તરત જ ખાંડ ખાવાની ઓછી કરી દો


By Sanket M Parekh18, Apr 2025 03:20 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

આજના સમયમાં આપણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં થનારા પરિવર્તન પ્રમાણે ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી, તો કેટલીકને નીકાળવી પણ જોઈએ. એવામાં આજે અમે આપને કેટલાક એવા શારીરિક લક્ષણો વિશે જણાવીશું, જે તમારા શરીરમાં દેખાય તે સાથે જ તમારે ખાંડ ખાવાની એકદમ ઓછી કરી દેવી જોઈએ. આ સંદર્ભે પ્રયાગરાજ સ્થિત ડૉ. આદર્શ દૂબેએ વિગતવાર માહિતી આપી રહ્યાં છે.

વજન વધવું

જો તમને પણ એવું લાગી રહ્યું હોય, તે એકાએક તમારું વજન ઝડપથી વધી રહ્યું છે, તો તમારે તમારી ડાયટમાં ખાંડ એકદમ ઓછી કરી દેવી જોઈએ. આમ કરવાથી વજન ઉતારવામાં મહદઅંશે મદદ મળે છે.

મોંઢા પર ખીલ

શરીરમાં સુગરનું પ્રમાણ વધારે હોય, તો ચહેરા પર ખીલ થવાની સમસ્યા વકરી શકે છે. આવી સ્થિતિમાં ખીલ થવા સાથે જ તમારે ખાંડ ખાવાની ઓછી કરી દેવી જોઈએ. જે ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે.

સતત થાકનો અહેસાસ

જો તમને અચાનક થાક લાગવા માંડે અને કોઈ કામ કર્યા વિના સતત થાકનો અહેસાસ રહેતો હોય, તો પણ તમારે ખાંડ ખાવાની ઓછી કરી દેવી જોઈએ. ખાંડ વધારે હોવાથી શરીરને વધારે ઈસ્યુલિન બનાવવા મજબૂર કરે છે, જેના પરિણામે સતત થાક અને આળસની સમસ્યા થઈ શકે છે.

હાર્ટની સમસ્યા

જો તમને સતત હ્રદયમાં સામાન્ય દુખાવાની સમસ્યા રહેતી હોય, તો તમારે તરત જ ખાંડ ખાવાની ઓછી કરી દેવી જોઈએ. વધુ પડતી ખાંડ ખાવાથી બ્લડ પ્રેશર અને કૉલેસ્ટ્રોલ વધી શકે છે. જેના પરિણામે હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે.

દાંતની સમસ્યા

જો તમારા દાંતમાં પણ દુખાવો રહેતો હોય અને સડો દેખાવા લાગે, તો તમે તરત જ ખાંડ ખાવાની ઓછી કરી નાંખો. વધારે પડતી ખાંડ ખાવાથી દાંતો પર પ્લાક બને છે. જેના પરિણામે દાંતમાં સડો અને પેઢામાં દુખાવા જેવી સમસ્યા વધી શકે છે.

ખાંડની જગ્યાએ ગોળ વાપરો

જો તમારે ખાંડની જગ્યાએ કોઈ ગળી વસ્તુને તમારી ડાયટમાં સામેલ કરવા માંગતા હોવ, તો તમે ગોળ વાપરી શકો છો.ખાંડની સરખામણીમાં ગોળ વધારે ગુણકારી હોય છે.

મધનો ઉપયોગ

ગોળ ઉપરાંત તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકો છો. જે ખોરાકને ગળપણ આપવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ નીવડે છે.

ઉનાળામાં અનાનસનો રસ પીવાના ફાયદા