શરીરને સ્વસ્થ રહેવા માટે અનેક પોષકતત્વોની જરુર પડે છે. એજ રીતે પોટેશિયમ પણ શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરુરી છે. તેની ઉણપથી શરીરમા ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. એવામા શરીરમા પોટેશિયમની ઉણપ થવા પર શરીરમા કેટલાક લક્ષણો જોવા મળે છે, જેને નજરઅંદાજ ન કરવા જોઈએ. ચલો જાણીએ તે લક્ષણો વિશે.
સામાન્ય રીતે શરીરમા સતત થાક અને કમજોરીનો અનુભવ થવો પણ પોટેશિયમની ઉણપ હોય શકે છે. આ લક્ષણો શરીરમા પોટેશિયમની ઉણપ ઉભી થવા પર જોવા મળે છે.
શરીરમા પોટેશિયમની ઉણપ થતા હાથ અને પગની માંસપેશિયોંમા દુખાવો થાય છે. આ ઉપરાંત શરીરમા પોટેશિયમની ઉણપ થતા હાથ અને પગ ઠંડા પડવાની સમસ્યા પણ થાય છે.
ઘણીવાર લોકો પાચન સંબધિત સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જેમકે કબજિયાત, અપચો અને ગેસ. આ શરીરમા પોટેશિયમની ઉણપ થતા જોવા મળે છે.
જો તમે શ્વાસ લેવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેની પાછળનુ કારણ શરીરમા પોટેશિયમની ઉણપ હોય શકે છે.
શરીરમા પોટેશિયમની ઉણપ થતા હાર્ટની બીટ અસામાન્ય થાય છે. તે શરીરમા પોટેશિયમની ઉણપના સંકેત છે.
વારંવાર તરસ લાગવી અને વારંવાર બાથરુમા જવુ તે પણ શરીરમા પોટેશિયમની ઉણપના સંકેત છે.
પોટેશિયમની ઉણપના કારણે શરીરમા હાઈબ્લડપ્રેશરની સમસ્યા જોવા મળે છે. એવામા જો શરીરમા હાઈબ્લડપ્રેશર અને પોટેશિયમની ઉણપ સર્જાતા તેને નજરઅંદાજ ન કરો.