ફેફસાં આપણા શરીરના અગત્યના અંગોમાંના એક છે. તેઓ લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં અને ઓક્સિજનના સર્ક્યુલેશન મદદરૂપ થાય છે. આથી ફેફસાંને સ્વસ્થ રાખવા અત્યંત જરૂરી છે.
અહીં ફેફસાં સંબંધિત કેટલાક સંકેતો આપેલા છે, જેને તમારે ભૂલથી પણ અવગણવા ન જોઈએ, નહીં તો તમારી તબિયત બગડી શકે છે.
બદલાતી ઋતુમાં ઉધરસ થવી સામાન્ય છે, પરંતુ જો તમને વારંવાર ઉધરસ આવતી હોય, તો તે સામાન્ય નથી. જે ફેફસાંમાં ખરાબીનો સંકેત હોઈ શકે છે.
ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અથવા શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓ થવી તમારા ફેફસાંની નબળાઈ દર્શાવે છે. આ સંકેતને અવગણ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જો તમને શ્વાસ લેતી વખતે છાતીમાં ભારેપણું લાગતું હોય, તો તમારે ફેફસાંની ચિંતા કરવી જોઈએ. જેનો સીધો અર્થ છે કે, તમારા ફેફસા નબળા પડી રહ્યા છે.
છાતીમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જે પૈકી ફેફસાંમાં ખરાબી પણ એક કારણ છે. છાતીમાં દુખાવાની આ સ્થિતિને 'એન્જાઈના' કહેવાય છે.
સામાન્ય રીતે સીડીઓ ચડતી વખતે કે દોડતી વખતે શ્વાસ ફૂલે છે, પરંતુ જો કોઈ કારણ વિના તમને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય, તો તે તમારા નબળા ફેફસાનો સંકેત હોઈ શકે છે.
ફેફસા સાથે સંકળાયેલા આ સંકેતોને અવણવા ના જોઈએ. આ સાથે જ તમારે કેટલાક એવા ફૂડ્સ તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ, જેનાથી ફેફસાં હેલ્ધી રહે. આ ઉપરાંત કેટલીક એક્સરસાઈઝ પણ કરવી હિતાવહ રહેશે.