ઘણીવાર સામાન્ય તાવ કે બીમારીમાં એન્ટિબાયોટિક્સ લેવાનું યોગ્ય માનવામાં આવે છે. એન્ટિબાયોટિક્સ એવી દવાઓ છે, જે બેક્ટેરિયા સામે લડે છે, પરંતુ તે શરીર પર નકારાત્મક અસર પણ કરી શકે છે. ચાલો ડૉ. સમીરજી પાસેથી જાણીએ કે, એન્ટિબાયોટિક્સ લેવાથી શરીરને શું નુકસાન થાય?
એન્ટિબાયોટિક્સ સારા બેક્ટેરિયાને મારી નાખે છે. આનાથી પેટમાં ગેસ, ઝાડા, અપચો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વારંવાર એન્ટિ બાયોટિક્સ લેવાથી શરીરની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થાય છે. જેના કારણે નાની બીમારીઓ પણ વારંવાર થાય છે.
અનેક લોકોને એન્ટિ બાયોટિક્સ લીધા પછી એલર્જી થઈ શકે છે. આનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
લાંબા સમય સુધી વધુ પડતી એન્ટિ બાયોટિક્સ લેવાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે. શરીરમાંથી દવાની અસરને દૂર કરવામાં આ અંગો પર વધારે દબાણ પડતું હોય છે.
જો એન્ટિ બાયોટિક્સ જરૂરિયાત વિના લેવામાં આવે છે, તો બેક્ટેરિયા તેની સામે વધુ મજબૂત બને છે. આ દવાની અસરકારકતામાં વધુ ઘટાડો કરે છે અને રોગ વધે છે.
નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વૃદ્ધો પર એન્ટી બાયોટિક્સ નકારાત્મક અસર કરી શકે છે. જો તેઓ તબીબની સલાહ વિના એન્ટી બાયોટિક્સ લે, તો તે જીવલેણ નીવડી શકે છે.
ઘણીવાર લોકો સામાન્ય શરદી અને ઉધરસ માટે પણ એન્ટિ બાયોટિક્સ લે છે. જે રોગ મટાડવાને બદલે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે અને શરીર પર ખરાબ અસર કરી શકે છે.