ગરમીની સિઝનમાં હંમેશા હેલ્ધી રહેવા માટે ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે, જે પૈકી ચીકુ પણ એક છે. ચીકુ ખાવામાં ટેસ્ટી હોય છે અને લોકો તેને ખૂબ ખાતા પણ હોય છે. જો કે કેટલીક કંડિશનમાં ચીકુ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નીવડે છે.
ચીકુ હેલ્થી હોવાની સાથે જ કેટલાક લોકો માટે હાનિકારક હોય છે. તો ચાલો કેવા લોકોએ ભૂલથી પણ ચીકુ ના ખાવા જોઈએ.
ચીકુમાં વિટામિન C, વિટામિન B5, પ્રોટીન, આયરન, પોટેશિયમ, કૉપર, મેગ્નેશિયમ, ફાઈબર, ફોલેટ, એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈમ્ફેમેન્ટરી ગુણ મળી આવે છે.
ચીકુમાં નેચરલ ગળપણ હોય છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ચીકુ ના ખાવા જોઈએ. ચીકુ ખાવાથી સુગર લેવલ ઝડપથી સ્પાઈક થવા લાગે છે.
જે લોકોનું પેટ ખૂબ જ સેન્સેટિવ રહે છે, તેમણે તો ચીકુ ખાવાનું ટાળવું જ રહ્યું. ચીકુમાં ફાઈબર હોય છે, જે પચવામાં સમય લે છે.
જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે ચીકુને તમારી ડાયટમાં સામેલ ના કરવું જોઈએ. ચીકુમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે, જેના પરિણામે તમારું વજન વધી શકે છે.
જો તમે પહેલાથી જ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે ચીકુ ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
ચીકુમાં પોટિશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પોટેશિયમ કિડની માટે નુકસાનદાયક મનાય છે. આથી કિડનીના દર્દીઓ ચીકુ ખાવાનું ટાળે.